ચાંદરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે દિશામાં વિવિધ સ્તરે જનભાગીદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ચાંદરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની 10 યુનિટ રક્તદાન કર્યું હતું.
     પ્રસૂતિ દરમિયાન થતો ગંભીર રક્તસ્રાવ, અકસ્માત, મોટી સર્જરી, કેન્સર, થેલેસેમિયા તથા અન્ય ગંભીર રોગોની સારવાર દરમિયાન રક્ત અને તેના ઘટકોની જરૂરિયાત ઊભી થઈ શકે છે. આવા સંજોગોમાં સમયસર ઉપલબ્ધ થતું રક્ત દર્દી માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે.GMERS બ્લડ બેન્ક, હિંમતનગર દ્વરા બ્લ્ડ કલેકશન કરી તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરી તેમના અમૂલ્ય માનવતાવાદી યોગદાનનું સન્માન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગર  દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહક ઇનામ આપી રક્તદાનની ભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી..

જયંતિ પરમાર સાબરકાંઠા

Post a Comment

Previous Post Next Post